Sunday, March 16, 2008

અજાણ્યા શહેરમાં Bank ATM કેવી રીતે શોધવું

તમારી હાઈ-ફાઈ બનેલી લાઈફ-સ્ટાઈલમાં Bank ATM (Automatic Teller Machine) નો ઉપયોગ કરવો એ બહુ નાની અને સામાન્ય વાત બની ગઈ છે. તમે તમારા એરીયામાં રહેલા દરેક ATM થી તો વાકેફ હશો જ, પરંતુ ક્યારેક એવુ પણ બનતું હશે કે જ્યારે તમારે ઓફીસ કામકાજ કે અન્ય પ્રસંગે બહારગામ અથવા તો કોઈ અજાણ્યા શહેરમાં ગયા હો અને તમને Bank ATM ની જરૂર પડે તો તમારે ત્યારે બધાને પૂંછવું પડતુ હોય છે કે ભાઈ અહિયા નજીકમાં ATM ક્યાં છે. પણ હવેથી આપને કોઈને પૂચવાની જરૂર નહી પડે, બસ આ વેબસાઈટ પર પહોંચી જાવ અને તમારા શહેરની માહીતી તેમાં ભરો. એટલે એ શહેરના તમામ ATM ની માહીતી તેમાં હાજર. આ વેબસાઈટ પર દુનિયાના દરેક દેશના લાખો/કરોડો એટીએમની જાણકારી મુકવામાં આવેલ છે અને તે પણ અલગ-અલગ ભાષાઓમાં.
તો ચાલો જીતુભાઈ એ બતાવેલ આ વેબસાઈટ જોઈએ હવેથી તમારે જે શહેરમાં જવાનુ હોય ત્યાંના દરેક એરીયામાં રહેલા ATM ની માહીતી અગાઉથી મેળવી લો.

સંગીતમય સર્ચ-એંજીન

Your music search ends here

તમે જ્યારે તમારૂ મનપસંદ ગીત ગુગલ પર શોધતા હો, અનેક સાઈટ જોયા પછી તમને એ ન મળે ત્યારે થોડી વાર તો તમે ગુસ્સે થઈ જાવ છો અને ઈંટરનેટ બંધ કરીને તે ગીતની સીડી શોધવા બજારમાં નીકળી પડો છો. પણ હવે એ દિવસો ગયા હવે તમારે સંગીત સર્ચ કરવા માટે ગુગલ સિવાય પણ એક વધારોનો ઓપ્શન મળશે એટલે કે એક એવી વેબસાઈટ www.mp3gle.net જે ફક્ત સંગીતને લગતુ જ સર્ચ કરે છે, અને મોટા ભાગની વેબસાઈટને ક્રાઉલ કરે છે.

તો ચાલો આપણાં તમામ મનગમતા ગીતો જે અત્યાર સુધી ન મળ્યા હતાં તે આ વેબસાઈટ પર શોધવાનો પ્રયત્ન કરીએ, અને જોઈએ કે આપણું એ મનપસંદ ગીત અહિયા મળે છે કે નહી !

Bookmark this article! [?]

GoogleDel.icio.usTechnoratiYahooFacebookDiggBlinkListsCiteULikeFurlMister WongNetvouzPropellerRawsugarBlogmarksCo.mmentsBlinkbitsFeed Me LinksLinkagogoBuddymarksBlogLines

Free Website