Friday, September 26, 2008

યુએસબી પેન-ડ્રાઈવને વાયરસથી સુરક્ષીત રાખો

કોમ્પ્યુટર અને ઈન્ટરનેટના આ યુગમાં ડેટાની આપ-લે માટે યુએસબી ડ્રાઈવ એ હાથવગુ સાધન ગણવામાં આવે છે, પરંતુ આ સાધન દ્વારા વાયરસ ફેલાવવાની શક્યતાઓ પણ એટલી જ વધારે છે. તમારૂ કોમ્પ્યુટર ભલે અત્યાધુનીક અને અપડેટેડ એન્ટી-વાયરસથી સજ્જ હોય, પરંતુ બીજાના કોમ્પ્યુટરમાં ડેટાના વહન વખતે તમે એન્ટી-વાયરસ વિશે કેટલી તકેદારી લો છો ? અને ક્યારેક એન્ટી-વાયરસ ન હોવા છતાં પણ જરૂરીયાતને કારણે તમારે તમારૂ >> વધારે વાંચો

ગુગલ રજુ કરે છે વાસ્તવિક દુનિયા - લાઈવ્લી.કોમ

૩D ઓનલાઈન કોમ્યુનીટી Second Life ની સફળતાથી પ્રેરાઈને ગુગલ પણ 3D માર્કેટમાં જંપલાવવાનો વિચાર કરતું હતું, લગભગ એકાદ વર્ષની ચર્ચાઓ-અફવાઓ ને અંતે lively.com ના નામે ગુગલ દ્વારા આ સેવાનો આરંભ થઈ ગયો.
૮મી જુલાઈ ૨૦૦૮ ના રોજ થી રજું થયેલ આ 3D વેબસાઈટ એ ચાટીંગના રસીયાઓ માટે એક મહત્વનું સ્થળ બની જશે, અત્યાર સુધી જેઓ યાહું અને ગુગલમાં >> વધારે વાંચો

Nokia N96 v/s iPhone

૨૨ ઓગસ્ટના રોજ ભારતમાં લોન્ચ થઈ ગયેલ એપલ આઈફોન યુવાનોમાં હોટ ફેવરીટ થઈ ગયો છે. પણ આઈફોનને યુદ્ધમેદાનમાં પછડાટ આપવા માટે નોકીયા દ્વારા રજુ કરાયેલ N96 એ સેલફોન ક્ષેત્રમાં એક મહત્વનું પરીબળ તેમજ આઈફોન માટે એક મજબુત હરીફ બની રહેશે.
ભારતીય ગ્રાહકો માટે નોકીયા N96 માં ૫૦ મ્યુઝીક વીડીયો, પ્રીલોડેડ ફિલ્મ ‘ઓમ શાંત ઓમ’, હિન્દી મ્યુઝીક ટ્રેક, ૩ N-Gage ગેમ્સ તેમજ નોકીયા મેપ્સ જેમાં ભારત, સિંગાપોર તેમજ યુ.એ.ઈ.ના નક્શા

>> વધારે વાંચો

Sunday, March 16, 2008

અજાણ્યા શહેરમાં Bank ATM કેવી રીતે શોધવું

તમારી હાઈ-ફાઈ બનેલી લાઈફ-સ્ટાઈલમાં Bank ATM (Automatic Teller Machine) નો ઉપયોગ કરવો એ બહુ નાની અને સામાન્ય વાત બની ગઈ છે. તમે તમારા એરીયામાં રહેલા દરેક ATM થી તો વાકેફ હશો જ, પરંતુ ક્યારેક એવુ પણ બનતું હશે કે જ્યારે તમારે ઓફીસ કામકાજ કે અન્ય પ્રસંગે બહારગામ અથવા તો કોઈ અજાણ્યા શહેરમાં ગયા હો અને તમને Bank ATM ની જરૂર પડે તો તમારે ત્યારે બધાને પૂંછવું પડતુ હોય છે કે ભાઈ અહિયા નજીકમાં ATM ક્યાં છે. પણ હવેથી આપને કોઈને પૂચવાની જરૂર નહી પડે, બસ આ વેબસાઈટ પર પહોંચી જાવ અને તમારા શહેરની માહીતી તેમાં ભરો. એટલે એ શહેરના તમામ ATM ની માહીતી તેમાં હાજર. આ વેબસાઈટ પર દુનિયાના દરેક દેશના લાખો/કરોડો એટીએમની જાણકારી મુકવામાં આવેલ છે અને તે પણ અલગ-અલગ ભાષાઓમાં.
તો ચાલો જીતુભાઈ એ બતાવેલ આ વેબસાઈટ જોઈએ હવેથી તમારે જે શહેરમાં જવાનુ હોય ત્યાંના દરેક એરીયામાં રહેલા ATM ની માહીતી અગાઉથી મેળવી લો.

સંગીતમય સર્ચ-એંજીન

Your music search ends here

તમે જ્યારે તમારૂ મનપસંદ ગીત ગુગલ પર શોધતા હો, અનેક સાઈટ જોયા પછી તમને એ ન મળે ત્યારે થોડી વાર તો તમે ગુસ્સે થઈ જાવ છો અને ઈંટરનેટ બંધ કરીને તે ગીતની સીડી શોધવા બજારમાં નીકળી પડો છો. પણ હવે એ દિવસો ગયા હવે તમારે સંગીત સર્ચ કરવા માટે ગુગલ સિવાય પણ એક વધારોનો ઓપ્શન મળશે એટલે કે એક એવી વેબસાઈટ www.mp3gle.net જે ફક્ત સંગીતને લગતુ જ સર્ચ કરે છે, અને મોટા ભાગની વેબસાઈટને ક્રાઉલ કરે છે.

તો ચાલો આપણાં તમામ મનગમતા ગીતો જે અત્યાર સુધી ન મળ્યા હતાં તે આ વેબસાઈટ પર શોધવાનો પ્રયત્ન કરીએ, અને જોઈએ કે આપણું એ મનપસંદ ગીત અહિયા મળે છે કે નહી !

Bookmark this article! [?]

GoogleDel.icio.usTechnoratiYahooFacebookDiggBlinkListsCiteULikeFurlMister WongNetvouzPropellerRawsugarBlogmarksCo.mmentsBlinkbitsFeed Me LinksLinkagogoBuddymarksBlogLines

Free Website