Saturday, August 12, 2006

નમસ્તે મિત્રો
ઘણા વખત થી મારી મનમાં મારા જામનગર માટે કઈક કરવાની તાલાવેલી જાગેલી છે, પણ અમુક વખતે સમય ન હોઇ અને અમુક વખતે વિષય ન હોઇ, પણ આ વખતે બન્ને છે એટલે લખુ છું, મિત્રો તમારા મા ઘણા બધા એવા હશે જેઓ પોતાનામાં ઘણી લાયકાત ધરબીને બેઠા હશે પણ તેઓને એ સમજ નથી કે પોતાનામાં છુપાયેલી કળા તેઓને ક્યાં પહોચાડી શકે તેમ છે...
મિત્રો હું મારા જામનગરના એવા છુપાયેલા કલાકારોને ઇન્ટરનેટ ના વિશાળ માધ્યમથી વિશ્વને તેઓન ઓળખાણ કરાવવા માંગુ છું, તો મિત્રો તમે તમારી અન્દર છુપાયેલી કોઇપણ કળા વિશે અમોને લખી મોક્લો, તમારી ક્રુતિઓ મારી વેબસાઇટ પર રજુ કરતાં મને મારા જામનગર માટે કઈક કરી છુટ્યાની લાગણીઓ આપશે......તમારી દરેક ક્રુતિ મને kaka@jamnagar.tk પર ઇ-મેઇલ કરો, હું તમારો આભારી રહીશ.
..........

4 comments:

Kartik Mistry said...

But, I am from Palanpur!

kakasab said...

ધીંગાણુ
બાપુનાં ગઢમાં બધી જણસ છે, બે વાતની ખોટ છેં
પહેલું તો કે' યુદ્ધ થાય નહીં, બીજું ફાટલો કોટ છે.
શિરોહી તલવારનું લટકવું વર્ષોજૂનું ખીંટીએ
ને ફાટ્યો છે કોટ કાળબળથી આડીઊભી લીંટીએ

બાપુ કહેતા : 'નોતરાં દઈ દઉં દેમાર બારોટને
શત્રુ મારું - એમ આજ બખિયા મારી દઉં કોટને'
દોરાસોતી સોયથી પલકમાં દારુણ હલ્લો કર્યોને
બાપુએ કોટને કસબથી કાતિલ ટેભો ભર્યો

ત્યાં તો 'લોહી' એમ ચીસ સહસા પાડી ઊઠી આંગળી
ને બાપુના ટેરવે રગતની શેડ્યું ફૂટી નીકળી
'ખમ્મા, ખમ્મા બાપ...' એમ કહીને બાપુ કરે હાકલા
ખીંટીથી તલવારને લઈ કરે લોહી વડે ચાંદલા

થાતું બાપુને : બહુ શુકનવંતો આપણો કોટ છે
કિંતુ એક જ ખોટ, આજ અહીં ના એક્કેય બારોટ છે.

-રમેશ પારેખ (Ramesh Parekh)

urmisaagar.com said...

"ધીંગાણુ" કવિતામાં બહુ ખબર ના પડી... જરા કવિતાનો અર્થ સમજાવશો તો આભાર.

સરસ બ્લોગ છે પણ અમે જામનગર તો શું, પણ ભારતમાંયે નથી!!

ઊર્મિસાગર
www.urmi.wordpress.com

kakasab said...

પહેલા તો મારા બ્લોગની મુલાકાત બદલ આભાર..
બીજુ તમને કહેવાનુ કે આમતો મને આ બ્લોગ શરુ કરવાની ઇચ્છા ઘણા સમયથી હતી
પણ મારુ ગુજરાતીનુ અલ્પજ્ઞાન મને નડતુ હતુ...પણ આખરે હિઁમત કરી ને આ બ્લોગ શરુ કરીયુઁ

મિત્રો.. હુ કવિ તો નથી..પણ એક કવિ ને સાંભળી શકે એવુ હ્રદય જરુર ધરાવુ છુ... અને
મારી માત્રુભાષાને દુનિયા સમક્શ રજુ કરવાની હ્રદયમાં ઇચ્છા જરુર ધરાવુ છું... અને મારો આજ
જુસ્સો મને આ બ્લોગની દુનિયામાં તાણી લાવ્યો છે...

મારી માતૃભાષા પ્રત્યેના પ્રેમને કારણે અલ્પજ્ઞાન હોવા છતા પણ આ બ્લોગ શરુ શકાયુ છે..
પણ મને મારા બ્લોગ માટે આપ સહુની મદદ ની આવશ્યક્તા છે... જો આપ સૌ મિત્રો મારા
બ્લોગ પર આપના મુક્તક, કાવ્ય, લેખ, વાર્તાઓ વગેરે પોસ્ટ કરશો તો મારા બ્લોગ ને હુ
સફળતાપૂર્વક ચલાવી શકીશ, અને હુ આશા કરુ છુ કે મારા ગુજરાતી મિત્રો મને નિરાશ નહિ કરે..

Free Website