Thursday, October 05, 2006

ઊંચી તલાવડી ની કોર - અવિનાશ વ્યાસ.





ઊંચી તલાવડી ની કોર પાણી ગ્યાતાં
પાણી ભરતા રે જોયો સાહ્યબો

બોલે અષાઢીનો મોર પાણી ગ્યાતાં
પાણી ભરતા રે જોયો સાહ્યબો.

ગંગા જમની બેડલું ને કીનખાબી ઇંઢોણી
નજરૂ ઢાળી હાલું તો’ય લાગી નજરૂ કોની…ઊંચી…

વગડે ગાજે મુરલી ના શોર, પાણી ગ્યાતાં
પાણી ભરતા રે જોયો સાહ્યબો.

ઊંચી તલાવડી ની કોર પાણી ગ્યાતાં
પાણી ભરતા રે જોયો સાહ્યબો

2 comments:

અમીઝરણું... said...

મુ. શ્રી નીલભાઇ
આપના બ્લોગની લીંક મે અમીઝરણું...- ગુજરાતી બ્લોગ જગત મા અપડેટ કરેલ છે.

http://amitpisavadiya.wordpress.com/gujarati-blog-world/

ધનતેરસની હાર્દિક શુભેચ્છાઓ

અમિત.
http://amitpisavadiya.wordpress.com

Anonymous said...

તમારા બ્લોગ પર પહેલી મુલાકાત

મજા આવી..........

Free Website