નોકીયા OVI
ઈંટરનેટ પર લટાર મારતાં એક નવા સમાચાર જાણવા મળ્યા કે નોકીયા મોબાઈલ હવે તેના ગ્રાહકો માટે એક એવી ઈંટરનેટ સેવા આપવાનુ ચાલુ કરી રહી છે જેના દ્વારા વપરાશકર્તા તેના મોબાઈલની મદદથી તેઓના સોશ્યલ નેટવર્ક, કોમ્યુનીટીઝ અને બીજી ઘણી સેવાઓ મેળવી શકશ જેને નોકીયા OVI તરીકે ઓળખાવે છે. આ સેવાના એક ભાગ તરીકે તેઓ નોકીયા મ્યુઝીક સ્ટોર અને એંગેજ ગેમ્સ નામની સેવાઓ પણ પીરસવામાટે તૈયારી કરી રહી છે તદઉપરાંત તેઓ નોકીયામેપ પણ ઉપલબ્ધ કરાવશે જેની મદદથી આપ આપના શહેરની ગલી ગલી ઘુમી શકશો.
નોકીયાની આ સેવાઓનો લાભ 2007ના મધ્યભાગથી શરુ થશે અને લગભગ 2008 સુધીમાં તેમાની તમામ સેવા કાર્યરત થઈ જશે તેવુ નોકીયાના પ્રવક્તાઓ જણાવે છે, જોકે નોકીયાની આ સેવાના લાભ લેવા માટે આપની પાસે નોકીયા N81 અથવા N95 થી ઉપરના મોડેલ હોવા જરુરી છે, ભારતમાં આ સેવા ક્યારે કાર્યરત થશે તે વિશે હજુ સુધી કોઈ વિગર બહાર પાડવામાં આવેલ નથી, નોકીયા Ovi વિશે વધારે માહીતી http://www.ovi.com પરથી મળી શકશે.
No comments:
Post a Comment