SEA-ME-WE 4 - ભારતીય ઈન્ટરનેટનો પ્રાણ
ભૂમઘ્ય સાગરમાં આવેલા એક આંતરરાષ્ટ્રિય કેબલ નેટવર્કમાં થયેલી ટેકનીકલ ખરાબીને કારણે ૩૧ જાન્યુઆરીથી ભારત અને મિસ્રમાં ઈન્ટરનેટ સેવાઓ અવરોધાયી હતી. તેનાથી ભારત અને મિસ્રમાં ઈન્ટરનેટ સેવાઓ ભારે પ્રભાવીત થઈ હતી. પરંતુ હજુ મોટાભાગની સેવાઓ બંધ છે અને તેના ચાલુ થતાં 10 થી 15 દિવસ લાગશે.
પ્રાપ્ત જાણકારી મુજબ ભૂમઘ્ય સાગરમાં Sea-ME-We 4 નામનો કેબલ વાયરના કપાઈ જવાથી મિસ્ર, ભારત, પાકીસ્તાન અને મીડલ ઈસ્ટમાં ઈન્ટરનેટ સેવાઓમાં લગભગ 65 થી 75 ટકા જેટલી અસર પડી હતી. ભારતમાં પણ આની ભારે અસર થઈ છે અને દેશની સાયબર દુનિયા આનાથી પ્રભાવિત થઈ છે. ભારતમાં 50 થી 60 ટકા બેંડવીથ ઘટી મિસ્રમાં કેબલ કપાઈ જવાથી ભારતમાં ઈન્ટરનેટની દુનિયા થંભી ગઈ છે પરંતુ એક અન્ય કેબલ જે FLAG તરીકે ઓળખાય છે તેની મદદથી કેટલીક સેવાઓ સામાન્ય હાલતમાં કામ કરવા માંડી છે. આને ઠીક થતા 10 થી 15 દિવસનો સમય લાગશે
તો ચાલો જાણીએ આ Sea-Me-We 4 શુ છે !?
આ કેબલનું આખુ નામ આ પ્રમાણે છે South East Asia–Middle East–Western Europe 4 (SEA-ME-WE 4) આ કેબલ એ ઓપ્ટીકલ ફાયબર સબમરીન કેબલ તરીકે ઓળખાય છે જે યુરોપથી શરુ થઈને ક્રમ પ્રમાણે ફ્રાન્સ, અલ્જીરીયા, તુનીસીયા, ઈટાલી, ઈજીપ્ત, સાઉદી અરેબીયા, યુ.એ.ઈ., પાકીસ્તાન, ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, થાઈલેન્ડ, મલેશીયા અને આખરે સિંગાપોર સુધી જતી ટેલીકોમ્યુનીકેશન લાઈન છે. જે ટેલીફોનથી માંડીને ઈન્ટરનેટ જેવી સુવિધાઓનુ વહન કરે છે.
આ ફાયબર ઓપ્ટીકલ લાઈન સામાન્ય માણસની બે આંગળી જેટલી જાડાઈ ધરાવે છે તેમજ અંદાજે ૧૮,૮૦૦ થી ૨૦,૦૦૦ કીલોમીટર જેટલી લાંબી છે જે સમુદ્રના તળીયે બીછાવેલ છે, જે આ સાથે આપેલ નક્શામાં તમે જોઈ શકશો. આ SEA-ME-WE 4 system ને ચાર ભાગોમાં વહેચી નાંખેલ છે જે આ પ્રમાણે છે.
S1= તુઆસ થી મુંબઈ S2= મુંબઈથી સુએજ S3= સુએજ થી કાયરો S4= કાયરો થી માર્સેલીઝ
આ ચાર મુખ્ય-મથક વડે આ આખી સંચાર પદ્ધિતી ૧૬ દેશોમાં વહેંચવામાં આવેલ છે અને આ ૨૦,૦૦૦ કીલોમીટર જેટ્લી લાંબી ફાયબર લાઈન બીછાવવામાં થયેલ ૫૦૦૦,૦૦,૦૦૦ અમેરીકન ડોલરનો ખર્ચ તમામ ૧૬ દેશોની સરકારી તથા અર્ધ-સરકારી ટેલીકોમ્યુનીકેશન કંપનીઓએ ભોગવેલ, ભારતમાંથી VSNL તરફથી ખર્ચ ભોગવવામાં આવેલ. આ કેબલ સમુદ્રના તળીયે બીછાવવાની શરૂઆત ૨૭ માર્ચ ૨૦૦૪ માં થયેલ અને ૧૮ મહીનાની મહેનતના અંતે એટલે કે ૧૩ ડીસેમ્બર ૨૦૦૫ના રોજ આ ભગીરથ કાર્યનું સમાપન થયુ, કેબલ બીછાવવાની જવાબદારી Alcatel Submarine Networks ઉપાડી હતી. આ કેબલને લગતા તમામ નિર્ણયો તથા તેનુ મેનેજમેન્ટ ૧૬ દેશોની વિવીધ કંપનીઓ દ્વારા કરવામાં આવે છે જે નીચે પ્રમાણે છે.
Algérie Télécom, Algeria
Bharti Infotel Limited, India
Bangladesh Telegraph and Telephone Board, Bangladesh
CAT Telecom Public Company Limited, Thailand
Emirates Telecommunication Corporation (ETISALAT), UAE
France Telecom - Long Distance Networks, France
MCI, UK
Pakistan Telecommunication Company Limited, Pakistan
Singapore Telecommunication Company Limited (Singtel), Singapore
Sri Lanka Telecom Limited (SLT), Sri Lanka
Saudi Telecom Company (STC),
Saudi Arabia Telecom Egypt (TE), Egypt
Telecom Italia Sparkle S.p.A., Italy
Telekom Malaysia Berhad (TM), Malaysia
Tunisie Telecom, Tunisia
Videsh Sanchar Nigam Limited (VSNL), India
હવે આ કેબલની ઉપયોગીતા શું છે એ પણ સમજી લો, આ કેબલ મુખ્યત્વે ટેલીફોન, ઈન્ટરનેટ, મલ્ટીમેડીયા તથા વિવીધ બ્રોડબેન્ડ સંચાર પ્રણાલી માટે વિકસાવવામાં આવેલ. SEA-ME-WE 4 એ તેની અંત્યંત ઝડપથી ડેટાનુ વહન કરવા માટે જાણીતો છે, આ ફાયબર કેબલ દ્વારા એક સેકંડમાં ૧.૨૮ ટેરાબીટ્સ ડેટાનુ વહન કરી શકાય છે જે વિકસતા દેશોની ઈન્ટરનેટની વધતી જતી જરૂરીયાત તથા હાઈ-સ્પીડ ઈન્ટરનેટની જરૂરીયાતને સંતોષવા માટે ઉપયોગમાં લેવાનુ નક્કી કરવામાં આવેલ. અન્ય યુરોપીયન દેશો તેમજ ઔસ્ટ્રેલીયા મા SEA-ME-WE૩ નો ઉપયોગ કરવામાં આવે છે જે સેકંડના ૧૦ ગીગાબીટ્સ ડેટાનુ વહન કરે છે.
૩૦ જાન્યુઆરી ૨૦૦૮ ના રોજ માર્સેલીઝ તથા એલેક્ઝાન્ડ્રીયા ના સમુદ્ર પાસે એક વિશાળ માલવાહક વહાણ દ્રારા સમુદ્રમાં મુકવામાં આવેલ એન્કર SEA-ME-WE 4 પર પડતા કેબલને થયેલ નુકશાની ને કારણે મીડલ ઈસ્ટ થી શરૂ થઈને આગળ આવતા તમામ પોઈન્ટની ઈન્ટરનેટ સેવાઓને ક્ષતી પહોંચેલ જેને પરીણામે ૩૧ જાન્યુઆરીથી આજ દીન સુધી આંપણે ઈન્ટરનેટની સ્પીડમાં આવેલ ઘટાડો જોઈ શકીએ છીએ.સ્ત્રોતોના જણાવ્યા પ્રમાણે આ ફાયબર લાઈનને તેની મુળ સ્થિતીમાં લાવતા હજુ ૧૩-૧૫ દિવસ જેટલો સમય લાગશે.
SEA-ME-WE 4 ફાયબર સબમરીન કેબલ વિશે વધારે માહીતી મેળવવા જુવો: http://www.seamewe4.com/
http://www.seamewe4.net/
http://en.wikipedia.org/wiki/SEA-ME-WE_4

2 comments:
Really, I did not have much knowledge about this. Thanks for such nice info.
This could be a bottleneck in future as the internet growth is exploding in India. India must have an alternate to this (satellite communication?).
thanks nileshbhai,
for nice info........
Post a Comment