Showing posts with label શર્મિલી. Show all posts
Showing posts with label શર્મિલી. Show all posts

Monday, December 11, 2006

હતા અજાણ

હતા અજાણ રેખાઓથી....
ને એમા કથિત ભવિષ્ય-કથન થી ....
હથેળી ત્યાં સુધી હુંફાળી હતી....

હતા અજાણ કર્મ-કાંડથી....
ને એમ ફલીત ફળ-કથનથી....
મુખાકૃતી ત્યાં સુધી પુલકિત હતી....

હતા અજાણ ગણિત-ગમ્મતથી....
ને એમા આંકેલા આંક્ડાઓથી....
ટેરવે ત્યાં સુધી નીરજન્તા હતી....

હતા અજાણ દુનિયાદારીથી....
ને એમા અટવાયેલ કઠિનાઇથી....
સ્વાસમાં ત્યા સુધિ નિર્મલતા હતી....

હતા અજાણ ધજા-ધરમથી....
ને એમાં ભરેલા ભેદ-ભરમથી....
જીંદગીમાં ત્યા સુધી પ્રસનતા હતી....

હતા અજાણ આભ મંડળથી....
ને એમા દર્શાવેલા નક્ષત્રોથી....
કદિ ત્યા સુધી પારદર્શક હતી....

હતા અજાણ ફુલ્-ફોરમથી....
ને એમા ચુભતા કાંટાઓથી....
પગદંડી ત્યા સુધી મુલાયમ હતી....

હતા અજાણ દિશાઓથી....
ને એમા છુપાયેલા ભુત-ભવિષ્યથી....
સર્જનમાં ત્યા સુધી સરલતા હતી....

-------------
શર્મિલી - દુબઇ

શર્મિલી


આંખોમાં ભરીને સાગર
કોરા કાગડ પર ગાગર છલકાવી
કલમમાં ભરીને ચાહત
કોરા મન પર અસર ઉપજાવી

હકિકત થી રહીને અજાણ
ફરીયાદની મોસમ છલકાવી
કદી જે ના ઢળે
એવી ભરોસાની સાંજ ઢળાવી

રહીને અસમજ માં
અખંડ્તાને ઠુકરાવી
ભકિતથી રહીને અલિપ્ત
મંદિરમાં ઝાલર વગડાવી

સ્વપ્ના માં વિતાવી જીંદગીને
પલકો પર આશા જન્માવી
ખરતો નથી જે તારો
તેની અખંડતાને અભડાવી

શ્રધ્ધાથી રહિને દુર
નિરાકારની છબી મઢાવી
ને જે હતા નિકટ આકાર
તેની ગેરહાજરી નોંધાવી
-------------
શર્મિલી - દુબઇ

Free Website