Friday, September 01, 2006

એક શરણાઇવાળો - દલપતરામ.

એક શરણાઇવાળો સાત વર્ષ સુધી શીખી,

રાગ રાગણી વગાડવામાં વખણાણો છે;

એકને જ જાચું એવી ટેક છેક રાખી, એક

શેઠને રીઝાવી મોજ લેવાને મંડાણો છે;

કહે દલપત્ત પછી બોલ્યો તે કંજુસ શેઠ,

ગાયક ન લાયક તું ફોકટ ફુલાણો છે;

પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી,

સાંબેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે.

2 comments:

વિવેક said...

સુંદર જાણીતી રચના...

nilam doshi said...

સ્કૂલમાં ભણેલ અને ભણાવેલ આવા કાવ્યો અનાયાસે વાંચવામા આવે ત્યારે ફરી એક્વાર એ યાદો જીવંત બની ઉઠે છે.આભાર.
નીલમ દોશી.
http://paramujas.wordpress.com

ગુજરાતી બ્લોગ જગતમાં પા-પા પગલી કરતા "પરમ સમીપે"નું નામ ઉમેરજો હોં.

Free Website