Thursday, October 26, 2006

સુગંધ નું સરનામું



શાળાએથી પાછા ફરતા
રોજ આવે એક વળાંક
ને દેખાય લાંબી સૂની સડક
બન્ને બાજુએ કાંટાળી વાડ ને
વચમાં પથરાયેલી સડક
વાડ પર ચઢીને ડોકિયા કરતાં
સફેદ જંગલી ફૂલો…
ને વળી
હવાના સહેજ ઝોકે..
સડક પર વેરાઇ જાતા
આ સફેદ જંગલી ફૂલો
ત્યાં જ….
હવામાં લહેરાતી એક આછી સુગંધ…
પીછો કરતા સુગંધનો..
હું દોડતો આગળ ને આગળ્
ને પહોંચતો ઠેઠ ઘરનાં આંગણે
આંગણાંમાં ઊભેલી મારી મા.
એને ભેટતા જ ….
હું મેળવતો સરનામું સુગંધનું
હા ! …
એ મારી માની જ તો સુગંધ હતી
જે મારી રાહ જોતી …
સડક પર દોડી આવતી હતી.

- મીના છેડા

Free Website