કલરવના કિનારે
હું જ્યારે શ્વાસ લઉં છું, બસ તું ત્યારે યાદ આવે છે;
દરેક ક્ષણ પર વધારે ને વધારે યાદ આવે છે.
કોઈ નિશ્ચિત સમય ઉપર તું ક્યારે યાદ આવે છે!
બપોરે, સાંજે, રાતે ને સવારે યાદ આવે છે.
શિયાળામાં છે ઉષ્મા તું, ઉનાળામાં તું શીતળતા;
વરસતા આભમાં તું ધારે ધારે યાદ આવે છે.
ઘટા દોરે છે ચહેરા જેવી કોઈ આકૃતિ ત્યારે,
અલકલટના તું અલ્લડ આવકારે યાદ આવે છે.
છે તું તો ગોધુલિ ટાણાનું માળામાંનુ મબલક મૌન,
પ્રભાતે તું જ કલરવના કિનારે યાદ આવે છે.
- શોભિત દેસાઈ
No comments:
Post a Comment