લઘુ કાવ્ય
આજે અત્યારે ઘરનો
બધો જ કોલાહલ શાંત છે.
વસ્તીમાં માત્ર….
હું અને મારું ઘર.
અને ત્યારે જ સ્પષ્ટ થયો છે
મનનો કોલાહલ.
એકલા મારગે એકલા એકલા
ચાલ્યા જ કરવાના
ઓરતા તો જાગ્યા કરે છે;
પણ
થાકેલા ચરણનેય
વળગાડ તો હોય છે ઘરનો !
દરેક પ્રવાસીને આંખો હશે
શું બન્ને તરફ?
- અનિલા જોષી
No comments:
Post a Comment