Thursday, August 31, 2006

જ્યારે વિધાતાએ દીકરી ઘડી

વિધાતાએ દીકરી ઘડીને, ત્યારે ખૂબ ખાંતે
કસબી હાથેથી એણે કરી કમાલ!
રૂપનો અંબાર કરું, મીઠપ અપાર ભરું
ખજીનો ખૂટાડી કરું ખલકને ન્યાલ.

દેવીયું કનેથી માંગી લીધો મલકાટ
અને મધરાતે માપી સીમાડા સુદૂર
ચપટીક રજ લીધી નખેતર તણી
અને દીકરીના આંખે ભર્યાં દમકતાં નૂર

સાકરને લઈને સવાદ એણે દીકરીમાં
તજને લવિંગ વળી ભેળવ્યાં જરીક,
સૂરજનાં ધોળાં ફૂલ હાસને હુલાસ દીધાં
જોઈ કારવીને કીધું, હવે કાંક ઠીક.

વિધાતાએ દીકરી ઘડીને વળી જોઈ જોઈ
વારે વારે હસું હસું થાય એનું મુખ

હૈયે એને હાશ, હર માવતર કાજે ધર્યું
હર્યુંભર્યું હેત, નર્યું નીતર્યું આ સુખ

-અજ્ઞાત અંગ્રેજ કવિની કવિતાનો અનુવાદ મંકરદ દવે દ્ધારા ("દીકરી વ્હાલનો દરિયો" માંથી સાભાર)

2 comments:

nilam doshi said...

મારી દીકરી ના જન્મદિવસે આ કાવ્ય મારા બ્લોગ "પરમ સમીપે"પર મૂકેલ.આજે અહી વાંચીને ફરી એકવાર દીકરીની યાદ થી મઘમઘી ઉઠી.ખૂબ દૂર હોવા છતા તેની સુવાસ અહી પહોચી જ ગઇ.આભાર.આ સુવાસ પહોચાડવા માટે.
નીલમ દોશી.(કોલકતા)
http://paramujas.wordpress.com

nilam doshi said...

જામનગર મારું યે છે હો!!

નીલમ દોશી.

Free Website