હું અને એ
જિંદગીની રફતારમાં દોડતા દોડતા, મેં જોયું
એ પણ લગભગ મારી સમાંતર જ દોડી રહ્યો હતો
અમારી નજર મળતી ને મન થતું ચાલને જીવ!
લઈ હાથ હાથમાં ગીત ગણગણીએ
ક્યારેક એની આંખ હરીફની આંખ લાગતી
હું દોડતી ને એથીય વધુ વેગે એ દોડતો
એકબીજાને માત કરવા જ જાણે અમે દોડતા
હવે અમે એકબીજાથી નજર ચૂકવીએ છીએ
એ મને ગળી જવાના પ્રયત્નોમાં રાચે છે
ને હું, હું હવે આંખ બંધ કરીને દોડું છું
દિશાશૂન્ય દોડ્યા કરું છું દોડ્યા જ કરું છું.
-મીના
2 comments:
સુંદર રચના.... ભાવની સુંદર અભિવ્યક્તિ...
વિવેકભાઇ..
આભાર...આવી જ રીતે તમારા આભિપ્રાય આપતા રહેશો તો મને કંઇક નવું આપતા રહેવાની ધગશ રહેશે.
Post a Comment